03 September 2016

ગુજરાતના શહેરોને શોધવા હોય તો

આમતો આપણે ગુજરાતમાં રહેતા હોઈએ એટલે મોટા મોટા શહેરો જોયા હોય નહિતર તેના નામ તો સાંભળેલા હોય. છતાં પણ કઈક અલગ અંદાજમાં આપણા ગુજરાતના શહેરોને શોધીએ

બે માણસો ઝઘડી રહ્યા છે, એક વ્યક્તિ આવે છે. તેને જુએ છે અને ચૂપચાપ ચાલ્યો જાય છે. તો ગાંધીનગર છે.

બે માણસો ઝઘડી રહ્યા છે, એક વ્યક્તિ આવે છે અને તેને સમજાવવાની કોશિશ કરે છે,પરિણામે બંને ઝધડવાનું છોડીને સમજાવનારને મારવા લાગે છે તો ભાવનગર છે.

બે માણસો ઝઘડી રહ્યા છે, એક વ્યક્તિ પોતાના ઘરમાંથી બૂમ પાડીને કહે છે,‘મારા ઘરની આગળ ઝધડો નહિ, બીજી જગ્યાએ જાઓતો વડોદરા છે.

બે માણસો ઝઘડી રહ્યા છે, જોવા માટે ભીડ જામે અને વ્યક્તિ ચા,કચોરી,પાન ની દુકાન લગાવી દે તો સુરત છે.

બે માણસો ઝઘડી રહ્યા છે, બંને મોબાઈલથી કોલ કરીને દોસ્તોને બોલાવે અને થોડા જ સમયમાં ૫૦ માણસો ઝઘડવા લાગે તો મહેસાણા છે.

બે માણસો ઝઘડી રહ્યા છે, એક આદમી વધારેમાં વધારે બીયર લાવે છે, ત્રણેય એકસાથે બીયર પીતા પીતા એકબીજાને ગાળો આપે છે.પછી ભાઈ બનીને એકબીજાનાં ખભે હાથ મૂકી ઘર જાય છે તો વલસાડ છે.

બે માણસો ઝઘડી રહ્યા છે, બે વ્યક્તિ વધારે આવે છે, તેઓ પણ ઝઘડે છે કે કોણ સાચું છે ને કોણ ખોટું, જોતજોતામાં વધારે ભીડ થઇ જાય છે હવે આખી ભીડ ઝધડવા લાગે છે, ઝઘડનાર ત્યાંથી રફુચક્કર થઈ જાય છે. તો રાજકોટ છે.

બે માણસો ઝઘડી રહ્યા છે અને તે બંનેની લડાઈમાં કોઈ ત્રીજોજ મારીને ચાલ્યો જાય છે તો અમદાવાદ છે.