આજકાલ કોઈના નિધન પછી RIP લખવાની જાણે ફેશન ચાલી છે, વિદેશીઓની આંધળી નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે મને, RIP શબ્દનો અર્થ છે REST IN PEACE(શાંતિથી આરામ કરો)આ શબ્દ એમના માટે છે જેને કબરમાં દફનાવ્યા હોય, ઇસાઈ અને મુસ્લિમ માન્યતા મુજબ જજમેંટ
ડે કે કયામત કા દિન આવે ત્યારે આ મૃતકો કબરમાંથી પુનર્જીવિત થશે એટલે એમના માટે કયામત ના દિવસ સુધી શાંતિથી આરામ કરો એમ કહેવાય છે,પરંતુ હિંદુ સનાતન ધર્મની માન્યતા મુજબ આત્મા અમર છે,શરીર નશ્વર છે એટલે શરીરનો અગ્નિસંસ્કાર થાય છે,માટે હિંદુ વિચારધારા મુજબ
REST
IN PEACE નો સવાલ જ નથી આવતો કારણ કે આત્મા એક શરીર છોડીને તેના કર્મફળ અનુસાર બીજા શરીર માં પ્રવેશે છે, એ આત્માને આગળની યાત્રા માટે સારી સદગતી પ્રાપ્ત થાય તે માટે જ શ્રાદ્ધ કર્મની પ્રથા રહેલી છે, મિત્રો, હિંદુ જીવાત્મા માટે શ્રદ્ધાંજલિ
કે આત્માને સદગતી પ્રાપ્ત થાય જેવા વાક્યો નો પ્રયોગ યથાર્થ ગણાશે, જયારે મુસ્લિમ કે ઈસાઈ માટે RIP લખી શકાય, આત્માને સદગતી પ્રાપ્ત થાય લખો તો ચાલે.
સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરવુંએ આપણી જવાબદારી છે