20 May 2017

લગ્નમાં મગ્ન માનવી

હમણાં તો લગ્નની સીઝન ચાલે છે  ગગાના માથે સાફો, હાથમાં કટાર, કપાળમાં તીલક હોય,ગગો તૈયાર થઇને ઘર બહાર પગ મુકે અને ટીપુ સુલતાન વાળું મ્યુઝીક વાગવા લાગે પછી ગીત સરું થાય આગે પીછે હમારી સરકાર યહાંકે હમહે રાજકુમાર.બે ઘોડાની બગીમાં બેસે એટલે ડીજેમાં ગીત વાગે મારા વીરા તને ચાર ચાર બંગડી વાળી ગાડી લાવી દઉં.આને કહેવાય વરઘોડો.

હવે આજ ગગો એકબે વર્ષ પછી સંસાર ઘોડો બની જાય,એનો સંસાર રથ રવીવારે એક્ટીવા પર નીકળે, એક્ટીવામાં પગ આગળ ડસ્ટબીન માં નાખવાની કચરાની પ્લાસ્ટિક ની થેલી હોય, પાછડ ચાર ચાર બંગડી ની ગાડીની જગ્યાએ દસ બાર બંગડી વાળી એની લાડી દરણું દળાવવાનો ડબ્બો લઇને બેઠી હોયસોસાયટીના નાકે બેન્ડવાજા કે ડીજેની જગ્યાએ પાનના ગલ્લે ગીત વાગતું હોય દીલમે છુપાકે પ્યારકા તુફાન લે ચલે.  હમ આજ અપની મોત કા સામાન લે ચલે હવે ઘંટીએ દરણું મુકી કચરાની કોથળી ડસ્ટબીનમાં નાખી ને પાછો આવતો સંસાર રથ એકટીવા ની આગળ દસ રુપીયાનું ખાટું દહીં અને દુધની કોથળી લટકતી હોય બાજુમાં મુકેલી શાકભાજી ની થેલી માંથી લાંબી સરગવાની શીંગ થેલી બહાર ડોકીયું કરતી હોય, પાછળ બેઠેલી દસ બાર બંગડી વાળી લાડીના હાથમાં નવા ખરીદેલા સાવરણો અને ઝાડું હોય.અને સોસાયટી ના નાકે પાનના ગલ્લે ગીત વાગતું હોય મતરો .મેરે દીલ જો હુઆ સો હુઆ વો જો પ્યારમે હોતા હે  એતબાર મે હોતા હે.વહી તો હુઆ..


સાલુ તમને શું મનેય રોવુ આવી જાય હો...