Showing posts with label બ્લોગરની કોલમ. Show all posts
Showing posts with label બ્લોગરની કોલમ. Show all posts

13 May 2026

મતદાર યાદી


  • આધાર કાર્ડ - પાન કાર્ડ સાથે લિંક કરેલ,
  • આધાર કાર્ડ - રેશન કાર્ડ સાથે લિંક કરેલ
  • આધાર કાર્ડ - બેંક ખાતા સાથે લિંક કરેલ,
  • આધાર કાર્ડ - શાળા પરીક્ષાઓ સાથે લિંક કરેલ,
  • આધાર કાર્ડ - ગેસ સિલિન્ડર સાથે લિંક કરેલ,
  • આધાર કાર્ડ - મોબાઇલ નંબર સાથે લિંક કરેલ,
  • આધાર કાર્ડ - નોકરીમાં હાજરી સાથે લિંક કરેલ,

સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ - ફરજિયાત બનાવાયેલ.

 આધાર કાર્ડ મતદાર ઓળખ કાર્ડ સાથે લિંક કરેલ નથી.શા માટે?

કારણ કે.

  • આધાર કાર્ડ સાથે લિંક કરવાથી એક જ વ્યક્તિ દ્વારા બે વાર/ત્રણ વાર મતદાન બંધ થશે.
  • એક જ વ્યક્તિ દ્વારા બે અલગ અલગ નામોથી મતદાન રદ કરવામાં આવશે.
  • બનાવટી નામોથી મતદાન નાબૂદ કરવામાં આવશે. જેમ રાશન કાર્ડમાંથી નકલી નામો દૂર કરવામાં આવ્યા હતા,
  • મતદાર યાદીમાંથી પણ નકલી નામો દૂર કરવામાં આવશે.
  • સરકાર પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરવા બદલ દંડ લાદવાની જોગવાઈ કરી રહી છે.

 

આનો અર્થ એ કે તમારે દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર છે - પછી તે લાડલી બહેન યોજના હોય કે અન્ય કોઈ સરકારી યોજના. પરંતુ શું ફક્ત મતદાન માટે આધાર કાર્ડ જરૂરી નથી?

લોકડાઉન દરમિયાન, જ્યારે આપણે બધાએ રસી લીધી, સરકારે પણ આધાર કાર્ડને રસી સાથે જોડ્યા. તે કામ ખૂબ જ ઝડપથી થઈ ગયું.

 

કોઈપણ રાજકીય દ્રષ્ટિકોણ વિના આ પોસ્ટ પર વિચાર કરો.

 

19 November 2025

એક સૃષ્ટિ એક નિમાર્ણકતૉ

આજે આપણે વાત કરવી છે કુદરતની જે આપણે આ જગતમાં આપણે જન્મ સાથે દુનિયાના નિર્માણકતૉ દ્વારા આપવામાં આવી છે હવે સવાલ એ થાય છે કે જગતના નિર્માણકતૉ કોણ હશે?

જગતના નિર્માણકતૉઓની વાત આવે એટલે બધા ધર્મના ધર્મધરો એ પોતાના ધર્મના વડાને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે એવા દાવા કરવામાં આવે પણ આપણે માની પણ લઈએ હોઈ શકે એમને સૃષ્ટિ બનાવવાની જરૂર કેમ પડી હશે?

સૃષ્ટિ બનાવવાની જરૂર કેમ પડી હશે?

- પોતાની સૃષ્ટિથી કે સૃષ્ટિ પરના જેથી કંટાળી ગયા હોય કે પાપ વધી ગયા હોય.

- પોતાની સૃષ્ટિનો વિનાશ નજીક જોઈ રહ્યા હોય.

- પોતાની બનાવેલી સૃષ્ટિ એમને સ્વીકારવાની ના પાડી દીધી હોય.

સૃષ્ટિનો સર્જન કર્યું હશે એમને પણ કંઈક વિચાર્યું હશે જો આપણે એમના નીતિ નિયમ મુજબ રહેવું અનીવાર્ય હશે. જો આપણે એમને નીતિ નિયમોનું પાલન નહીં કરે તો સૃષ્ટિના લોકોને ભોગવું પડશે.

જેમકે કુદરતે બધાને અલગ અલગ બનાવ્યા છે તો બધાને પોતાની હદમાં રહેવું જોઈએ જેમકે એકબીજાની ટેરેટરીનું સન્માન કરવું જોઈએ.

- કુદરતી જીવો અને નિર્જીવોનું રક્ષણ કરવું જોઈએ 

- પાણી અને વાયુનું રક્ષણ કરવું જોઈએ

જો આપણે પાલન નહીં કરીએ તો સૃષ્ટિને જ ભોગવવુ પડશે જેમ કે કુદરતી આપદા (પૂર,આગ) માનવી આપદા (કોરોના, પ્લેગ)જેવી આપદારૂપે ભોગવવું પડશે એટલે આપણે બધા એકબીજાની લાગણી નું સન્માન કરી એકબીજાને સહકાર આપીએ.

05 June 2017

બેરોજગાર યુવાન ની મહામારી,

આજના યુગમાં શિક્ષણનું મહત્વ દિવસે ને દિવસે વધતુ જ જાય છે જેમ આપણે જ્યાં જોઈએ ત્યાં શિક્ષણની જ બોલબાલા છે અને હા લોકો ને અંગ્રેજીનું તું ગાંડપણ લાગ્યું છે જાણે કે માણસ અંગ્રેજી જો જાણતો ન હોય તો જીવિજ ના શકે અને શિક્ષણ આજે ખુબજ મોંઘું થઈ ગયું છે 

અરે... મને લાગે છે આપણે શીર્ષક થી દૂર જતાં જઇયે છીએ

હા મારે આજે વાત કરવી છે બેરોજગાર યુવાન ની મહામારી ને કેમ કે જયારે વિધિયાર્થી જયારે કોલેજેથી પોતાનો અભિયાશ હોશે હોશે પૂરો કરીને નીકળે છે અને જયારે તે કોર્પોરેટ જગતમાં પોતાનો પગપેશારો કરે છે અને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કરે છે ત્યારે એમને તથ્ય ની ખબર પડે છે અને જયારે માણસ ને જોઈતી વસ્તુ નથી મળતી તેને મેળવવા માટે તે પ્રયત્ન કરે છે તેમજ તે નૌકરી ની શોધ માં તે દરેક કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે તે ભટકતો રેહે છે અને હા સમાજ માથી અને ઘર માં બધાજ સલાહ આપીયા કેરે કે ભાઈ આમ કર, તો તેમ કરે પણ એમને કોણ સમજાવે કે ભાઈ ને બધીજ ખબર હોય છે

અમુક માણસો નો પરિચય દેવાનો તો રહીજ ગયો કેભણતર સમયે  જે માણસો એમ કે તા હોય છે કે ભાઈ તું ભણી લે આપણે તારું નૌકરી માટે ગોઠવી આપીશું અને જયારે આપણે ભણતર પત્યા પછી આવા લોકોનો સંપર્ક કરિયે ત્યારે આપણે તેની સાચી ખબર પડે છે ભાઈ કેટલામાં રમે છે    

આ લેખ લખાવનો કોઈ હેતુ  નથી પણ લખી નાખીયો.

20 May 2017

લગ્નમાં મગ્ન માનવી

હમણાં તો લગ્નની સીઝન ચાલે છે  ગગાના માથે સાફો, હાથમાં કટાર, કપાળમાં તીલક હોય,ગગો તૈયાર થઇને ઘર બહાર પગ મુકે અને ટીપુ સુલતાન વાળું મ્યુઝીક વાગવા લાગે પછી ગીત સરું થાય આગે પીછે હમારી સરકાર યહાંકે હમહે રાજકુમાર.બે ઘોડાની બગીમાં બેસે એટલે ડીજેમાં ગીત વાગે મારા વીરા તને ચાર ચાર બંગડી વાળી ગાડી લાવી દઉં.આને કહેવાય વરઘોડો.

હવે આજ ગગો એકબે વર્ષ પછી સંસાર ઘોડો બની જાય,એનો સંસાર રથ રવીવારે એક્ટીવા પર નીકળે, એક્ટીવામાં પગ આગળ ડસ્ટબીન માં નાખવાની કચરાની પ્લાસ્ટિક ની થેલી હોય, પાછડ ચાર ચાર બંગડી ની ગાડીની જગ્યાએ દસ બાર બંગડી વાળી એની લાડી દરણું દળાવવાનો ડબ્બો લઇને બેઠી હોયસોસાયટીના નાકે બેન્ડવાજા કે ડીજેની જગ્યાએ પાનના ગલ્લે ગીત વાગતું હોય દીલમે છુપાકે પ્યારકા તુફાન લે ચલે.  હમ આજ અપની મોત કા સામાન લે ચલે હવે ઘંટીએ દરણું મુકી કચરાની કોથળી ડસ્ટબીનમાં નાખી ને પાછો આવતો સંસાર રથ એકટીવા ની આગળ દસ રુપીયાનું ખાટું દહીં અને દુધની કોથળી લટકતી હોય બાજુમાં મુકેલી શાકભાજી ની થેલી માંથી લાંબી સરગવાની શીંગ થેલી બહાર ડોકીયું કરતી હોય, પાછળ બેઠેલી દસ બાર બંગડી વાળી લાડીના હાથમાં નવા ખરીદેલા સાવરણો અને ઝાડું હોય.અને સોસાયટી ના નાકે પાનના ગલ્લે ગીત વાગતું હોય મતરો .મેરે દીલ જો હુઆ સો હુઆ વો જો પ્યારમે હોતા હે  એતબાર મે હોતા હે.વહી તો હુઆ..


સાલુ તમને શું મનેય રોવુ આવી જાય હો...

07 September 2016

ગુસ્સો

આજે રાત્રે જયારે હું મારા મિત્રને ઘરે મળવા તેના ઘરની બાજુમાં રહેતા યુવાન યુગલ કઈ નઈ એવી વાત માટે જગડી રહિયા હતા તેમાં બંને પોતાની દલીલબાજીમાથી ટસ ના મસ થવા ત્યાર ન હતા અને છેવટે એક વડીલ આવીને શાંતિથી બંને વચ્ચે સુલેહ કરાવી અને આખરે બને એ ગુસ્સો થૂકી જઘડો બંધ કરીયો મે જોઈએ કે ગુસ્સોએ કઈ જગડાનો અંત નથી જગડો હમેશા શાંતિ, સુલેહ અને સમજદારીથી  અંત આવે છે

આજે આપણે જ્યાં જોઈએ ત્યાં પતિ પત્ની, આડોસી પાડોશી કે સગા સંબધીઓ જગડી પડે છે પણ શું કામ? બધા પાછળ રહેલો છે પોતાનો અંગત સ્વાર્થ અને જયારે સ્વાર્થ પૂર્ણ થતો નથી ત્યારે ઉદ્ધભવે છે ગુસ્સોને અને પછી  ગુસ્સો પોતાની પરાકાસ્ઠાએ પોહચે છે ત્યારે તે જગડામાં પરિણામે છે

ગુસ્સો કાબૂમાં કરવાના ઉપાયો
) નિયમિત યોગ અને પ્રાણાયામ કરો
) જયારે પણ ગુસ્સો આવે ત્યારે મનપસંદ કામ કરો જેમ કે શાંત ચિત કરી બેસી જવું, પુસ્તક વાચ્વુ વગેરે
) લોકો સાથે સંપર્કમાં રહો
) હું કોણ છુ? કોની સાથે વાત કરું છુ? આનું પરિણામ શું આવશે? તે બાબતો હમેશા યાદ રાખો
) રાત્રે સૂતી વખતે યાદ કરો કો આજના દિવસમાં મે કઈ વ્યકતી પર અને કઈ વાત પર ગુસ્સો કરીયો પછી દૃઢ નિરયણ કરો તમારી અંતરઆત્મા સાથે કે હવે આવું બીજી વાર નઈ થાય.


કડવું સત્ય 
ગુસ્સોએ માનવીને અંદર થી ખોખલો કરતો જાય છે અને તેની ખબર માનવીને ત્યારે પડે છે જયારે બધા તેમને મૂકી ને ચાલીયા જાય છે