Showing posts with label સુવિચાર. Show all posts
Showing posts with label સુવિચાર. Show all posts

18 September 2016

સુવિચાર ભાગ ૨

)જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.
)તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો, માલીક નથી!
)દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે તે પોતે ચાલાક છે! પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે! માટે તમારી હોશીયારી તમારી પાસે રાખો!
)જો તમને પહેરવા કપડા, રહેવા ઘર અને બે ટાઇમ અન્ન મળતું હોય તો ઉપરવાળાનો આભાર માનજો તમારાથી બીજા કેટલા સુખી છે તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે તે જોશો તો તમારે માટે સ્વર્ગ અહીં છે!
()તમે પૈસાદાર હો કે ગરીબ બધા અંતે મ્રુત્યુને વરે છે! મુખ્ય વાત તો છે કે તમારી ખોટ કેટલાને પડી? તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

13 September 2016

સુવિચાર ભાગ - ૧

મૈત્રીનું એક ઉપનિષદ હોય છે.એમાં સચ્ચાઇથી ઓછું કશું ખપે.આત્મિયતાનો આવિષ્કાર હવાની જેમ અનુભવાય. સુરેશ દલાલ
કવિતા ગહન હ્ર્દય-ગમ્ય સત્યનો આલાપ છે. શ્રી અરવિંદ
કવિતા દ્વારા કવિ સત્યને સત્ય વડે તેનું સુંદરતમ સ્વરૂપ ઝડપે છે. ગેટે
પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે. જયશંકર પ્રસાદ
પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે. થોરો
ઇશ્વર એટલે એવું એક વર્તુળ,જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે,પણ જેનો પરીઘ ક્યાંય હોતો નથી. સેંટ ઓગસ્ટાઇન
ક્ષણમાં જીવે માનવી,ક્ષણને જીવાડે કવિ. મિલ્ટન
ભાવનાથી રંગાયેલી બુદ્ધિ કાવ્ય છે. પ્રો.વિલ્સન                       
શબ્દ કવિને અમર બનાવે છે,જ્યારે કવિ શબ્દને ભાગ્યવાન બનાવે છે. રામનરેશ ત્રિપાઠી                   
ટીકા પાળેલા કબૂતર જેવી છે.પાળેલા કબૂતર પોતાના માલિકના ઘેર પાછા ફરે છે. ડેલ કારનેગી                                                    
સજા આપવાનો અધિકાર માત્ર તેને છે,જે પ્રેમ કરે છે. ટાગોર
વ્યક્તિ-સાધનાની ફલસિદ્ધિ સૌથી પ્રથમ વ્યક્તિને મળે છે. ફાધર વાલેસ
પૃથ્વીમાં ગમે ત્યાં ખોદો ને ! બધે ઝવેરાત્  ભરી છે. શરત માત્ર એટલી કે ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા ખેડૂતની હોવી જોઇએ. ખલીલ જીબ્રાન
આપણને જે ગમે તે કરવા કરતાં જે કરીએ તે ગમાડવું તે વધુ મોટી સિદ્ધિ છે. બ્લેક                                                      
મનુષ્ય સર્વત્ર મુક્તાવસ્થામાં જન્મે છે અને બંધનાવસ્થામાં મૃત્યુ પામે છે. રૂસો
ઘાસ પૃથ્વી પર સહચાર શોધે છે.વૃક્ષો આકાશમાં એકાંતની શોધ આદરે છે. ટાગોર
એકાંત માણસને પોતાને પામવાની ગુફા છે.ત્યાં ખુદ સાથે અને ખુદા સાથેનો સંબંધ છે. સુરેશ દલાલ                                   
સ્વીકૃતી પૃથ્વીની પ્રકૃતિ છે,કશાયનો નકાર નહીં.નર્યો સ્વીકાર. સુરેશ દલાલ
ચિત્રકાર એટલે વેચાઇ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઇ જાય. પિકાસો            
માનવમાત્ર માટે પ્રેમ રાખવો કલાકાર બનવા માટેની પહેલી શરત છે. ટોલ્સ્ટોય
કલાકાર પ્રકૃતિનો પ્રેમી છે એટલે તે એનો દાસ પણ છે અને સ્વામી પણ. રવિન્દ્રનાથ ટાગોર