Showing posts with label વાર્તા. Show all posts
Showing posts with label વાર્તા. Show all posts

17 September 2016

મોબાઇલ ની મહત્વકાંશા (ટૂકી વાર્તા)

છોકરો અને છોકરી બને દોસ્ત હતા પણ છોકરી છોકરા ને પોતાનો પ્રિય મિત્ર માનતી અને છોકરી તેને દરરોજે મેસેજ મોકલતી હતી પણ છોકરો તેને દોસ્ત માનતો હતો એકવાર રાત્રે છોકરાના સેલફોન પર મેસેજ આવ્યો તો છોકરાને એમ કે પેલી છોકરીનો જ મેસેજ હશે તો મેસેજ વાચ્યા વગર જ સુઈ ગયો અને સવારે તેને તે નંબર પર ફોને કરીયો તો તેના મમ્મીએ ઉઠાવિયો અને કીધું કે છોકરીનું કાલે સાંજે એક્સિડેંટ થયું અને તેમાં તેનું મોત થયુ તો છોકરા તરત ફોને કઢિયો અને પેલો મેસેજ વચિયો તેમાં લખ્યું હતું કે તારા ઘરની સામે જે રોડ છે ત્યાં મારૂ એક્સિડેંટ થયું છે ને મારી હાલત ખુબજ ગંભીર છે તો મારે તારી મદદની સખત જરૂર છે 

યાદ રાખો મિત્રો કે ક્યારે પણ કઈ નો ફોને કે મેસેજ આવે તો એજ સમયે રિસીવ કે રીપ્લે કરો કારણ કે આપના બે ઘડીથી કોઇની જિંદગી બની જાય

16 September 2016

સચ્ચાઈ (ટૂકી વાર્તા)

એકવાર વેપારી પોતાના કામથી કોઈક ને મળવા જતો હતો ત્યારે એમને રસ્તામાં એક સ્ત્રી મળી તે વેપારી પાસે આવી અને રડવા લાગી અને કેહતી હતી કે મને રૂપિયા તો વેપારી પૂછ્યું શું કામ? તો સ્ત્રી કહયું કે મારો છોકરો બીમાર છે તેને દવાખાનામાં દાખલ કરિયો છે તો તેના માટે દવા લેવાના પૈસા નથી તો વેપારીએ વાત સાંભાળી અને પોતાના ખીચામાથી ૧૦૦૦ રૂપિયાની નોટ કાઢી પેલી ગરીબ સ્ત્રી ને આપી કીધું કે લે આમથી દવા, ૧૦૦ રૂપિયા નું દૂધ લેજે અને ડોક્ટરની ફીસ પણ આપી દેજે  ને બાકી ના પૈસા મને પરત કરજે તો થોડીકવાર પછી પેલી સ્ત્રી પાછી આવીને ૫૫૦ રૂપિયા વેપારીને પાછા આપ્યા જોઈ પેલો વેપારી ખુબજ ખુશ થયો અને વિચારવા લગિયો કે સચ્ચાઈ(નેકી) હજુ દુનિયામાથી બરબાદ નથી કેમ કે બાળકને દવા મળી ગઈ, ડોક્ટરને તેની ફીસ મળી અને મારી નકલી નોટ પણ ચાલી ગઈ    

28 August 2016

પીઝઝાના એ આઠ ટુકડા

પત્ની  કહ્યું: આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે.
 
પતિ: કેમ?

પત્ની: ગણપતીના તહેવાર માટે તે તેની દીકરીના છોકરાઓ ને મળવા જવાની છે અને હા ગણપતિના તહેવારમાં તેને ૫૦૦ રૂપિયા આપો બોનસ?
પતિ: કેમ? હમણાં દિવાળી આવે છે ને ત્યારે આપશું
પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરીને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને મોંઘવારીમાં આટલા પૈસા થી શું તહેવાર ઉજવશે?
પતિ: તું પણ જરૂરથી વધારે દયાળુ થઇ જા છો
પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના   ટુકડામાં ખાલી ખોટા ૫૦૦ રૂપિયા ઉડી જશે.
પતિ: વાહ! અમારા મોઢામાંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં?
ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે પૂછ્યું: કેમ રહી રજા?
કામવાળી: બહુ સારી રહી સાહેબ દીદીએ ૫૦૦ રૂપિયા આપ્યા હતા ને તહેવાર નું બોનસ
સાહેબ: તો જઈ આવી જમાઈ ને ત્યાં? મળી લીધું દીકરી અને છોકરાઓ ને
કામવાળી: હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા
સાહેબ: એમ! શું કર્યું ૫૦૦ રૂપિયા નું?
કામવાળી: દીકરીના છોકરા માટે ૧૫૦ રૂપિયાનો શર્ટ લીધો, બેબી માટે ૪૦ રૂપિયાની ઢીંગલી, દીકરીને ૫૦ રૂપિયા આપ્યા મીઠાઈના૫૦ રૂપિયાનો મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો૬૦ રૂપિયા તો આવવા જવાનું ભાડું થયું૨૫ રૂપિયાની બંગડી દીકરીને આપી૫૦ રૂપિયાનો બેલ્ટ જમાઈ ને આપ્યો અને વધેલા ૭૫ રૂપિયા દીકરીના છોકરાઓને આપ્યા બુક અને પેન્સિલ લેવા માટે કચરા પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!
સાહેબ: ૫૦૦ રૂપિયામાં આટલું બધું? મનમાં વિચાર આવવા લાગ્યા, તેની સામે  ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો જાણે ઝેર લાગી રહ્યો હતો, પોતાના એક પીઝઝા ના ખર્ચની બરાબરી તે કામવાળી બાઈના તહેવારના ખર્ચ સાથે કરી રહ્યો હતો.
પહેલો ટુકડો છોકરાની શર્ટનો,
બીજો ટુકડો દીકરીની મીઠાઈનો,
ત્રીજો મંદિરમાં પ્રસાદનો,
ચોથો ભાડાનો,
પાંચમો ઢીંગલીનો,
છઠ્ઠો બંગડીનો,
સાતમો જમાઈના બેલ્ટનો
આઠમો બુક-પેન્સિલનો.
આજ સુધી તેણે હમેશા પીઝઝાની એક બાજુ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે જોવાનો પ્રયત્ન નહોતો કર્યો. પરંતુ આજે કામવાળી બાઈએ પીઝઝાની બીજી બાજુ દેખાડી હતી.
પીઝઝાના આઠ ટુકડા આજે તેને જીવનનો અર્થ સમજાવી ગયા હતા.
બોધપાઠ: જીવન માટે ખર્ચકેખર્ચ માટે જીવન