Showing posts with label કવિતા. Show all posts
Showing posts with label કવિતા. Show all posts

12 April 2017

તરપડી અને મીઠુડી વાણી

અમે કાઠીયાવાડી.
અમે ફરવા નહીં રખડવા જાય
અમે જમીએ નહીં ખાઈએ
અમારે ત્યાં વાસણ નહીં ઠામ હોય
અમે કપડા નહીં લુગડા પેરીએ
અમે ચાલીએ નહીં હાલીએ
અને મગફળી ને માંડવી કહીએ
અમે બારણા ને કમાડ કહીએ
અમે વરસાદ ને મેહ કહીએ
અમે માટલું નહીં ગોરો રાખીએ
અમે મોટરસાયકલ નહિ ભટભટીયૂ રાખીએ
અમે ઝુલીએ નહિ હીચકીએ
અમારે ધરે ઝૂલો નહીં ખાટ હોય
અમારે કાર નહી ગાડી હોય
અમે યાત્રા એ નહીં જાત્રા એ જાયે
અમારે ત્યાં લગ્ન નહીં લગન હોય
અમે સ્કૂલ નહીં નીહારે' જાયે
અમે ખરીદવા નહીં હટાણુ' કરવા જાયે
અમે વસ્તુ રીપેર નહીં હમી' કરાવીએ
અમે બીમાર નહીં માંદા પડીએ
અમારે ત્યાં મેહમાન નહીં મેમાન' આવે
અમે સ્મશાન યાત્રામાં નહીં આભડવા જઈએ
અમે સ્નાન ન કરીએ નાહીએ
સ્કૂલ મા નહિ નિશાળ મા ભણીએ
અમે વસ્તુ ના કેટલા રૂપિયા નહીં કેટલા પૈસા થયા તેમ પુછીએ
અમને શિક્ષક નહીં માસ્તર ભણાવે
સવારે બ્રેકફાસ્ટ નહીં શીરામણ કરીએ
બપોરે લંચ નહીં બપોરો કરીએ
બપોર પછી હાઈ ટી નહીં રોંઢો કરીએ
સાંજે ડીનર નહીં  વાળુ કરીએ
અમે સુઈ જાય નહીં નઇ હુઈ જાય
અમે ગીત નહીં ગાણા' સાંભળીએ
અમે દુર જા આઘો જા કહીએ
નજીક નહીં ઑરો આવ કહીએ
આ તરપડી અને મીઠુડી વાણી અમારી આગવી ઓળખ છે.

30 September 2016

આપણે કયાં-ચંદ્રકાંત બક્ષી,

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે,
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં,
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં,
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં,
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું  લોકમાં,
આપણે પુજાપાઠભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

પર્યાવરણપ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં,
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં.

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય  દેશમાં.

લસણડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે  દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ  લાગે  દેશમા 
                          - ચંદ્રકાંત બક્ષી 

07 September 2016

વિચિત્ર મનુષ્ય !

જ્યારે પૈસો ન હોય ત્યારે ઘેર બેઠાં શાકભાજી ખાય
જ્યારે પૈસો હોય, ત્યારે સરસ રેસ્ટોરેન્ટ્માં જઈને એ જ શાકભાજી ખાય.

જ્યારે પૈસો ન હોય, ત્યારે સાઇકલ ચલાવે
જ્યારે પૈસો હોય, ત્યારે તેવી જ સાઈકલ જીમમાં જઈને ચલાવે.

જ્યારે પૈસો ન હોય, ત્યારે રોજી કમાવા પગે ચાલે
જ્યારે પૈસો હોય, ત્યારે ચરબી બાળવા પગે ચાલે.

વિચિત્ર મનુષ્ય ! પોતાની જાતને છેતરવામાં ક્યારેય પાછો પડતો નથી !

જ્યારે પૈસો ન હોય, ત્યારે લગ્ન કરવા ઈચ્છે
જ્યારે પૈસો હોય, ત્યારે છૂટાછેડા લેવા ઈચ્છે.

જ્યારે પૈસો ન હોય, ત્યારે પત્નીને સેક્રેટરી બનાવે
જ્યારે પૈસો હોય, ત્યારે સેક્રેટરીને પત્ની બનાવે.

જ્યારે પૈસો ન હોય, ત્યારે પૈસાવાળાની જેમ વર્તે
જ્યારે પૈસો હોય, ત્યારે ગરીબ હોવાનો દેખાવ કરે.

વિચિત્ર મનુષ્ય ! ક્યારેય સાદું સત્ય નહીં બોલે !

કહેશે કે શેરબજાર ખરાબ છે, પણ તોય સટ્ટો ચાલુ રાખે.

કહેશે કે પૈસો અનિષ્ટ છે, પણ ધનપ્રાપ્તિમાં રચ્યો રહે,

કહેશે કે ઊચ્ચ પદવીમાં એક્લતા છે, પણ તેની અપેક્ષા છોડે નહીં. 

કહેશે કે જુગાર અને દારુ ખરાબ છે, પણ તેમાં અટવાયલો રહે.

વિચિત્ર મનુષ્ય ! જે કહે તે માને નહીં અને જે માનતો હોય તે કહે નહીં..!!

25 August 2016

આ ગુજરાત છે

ગુજરાત છે કે જ્યાં,
"યમદૂત પહોંચે પહેલાં ૧૦૮ પહોંચી જાય છે"

ગુજરાત છે કે જ્યાં
"વેપારીઓની વેચાણનીતિ કોઈ રાજ્યની તોલે આવે"

ગુજરાત છે કે જ્યાં,
"કરોડપતિ મહિલાઓ પણ શાકભાજી ના ભાવ કરાવતાં ખચકાતી નથી"

ગુજરાત છે કે જ્યાં,
"મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા વધારે દેખાય છે"

ગુજરાત છે કે જ્યાં,
"લોકો લોંગ ડ્રાઇવ કરવા અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવે પર જાય"

ગુજરાત છે કે જ્યાં,
"રાજકોટના પેંડા, અમદાવાદના ફાફડા, વડોદરાની સેવખમણી, સુરતનો લોચો, ભાવનગરના ગાંઠિયા અને જામનગર ની કચોરી આખી દુનિયા માં પ્રખ્યાત છે"

ગુજરાત છે કે જ્યાં,
"લોકો નોકરીમાં એકાદ વાર ગુલ્લી મારે પણ સોમવારે શંકરના,
મંગળવારે ગણપતિના, ગુરુવારે સાંઈના અને શનિવારે હનુમાનના મંદિરે ગુલ્લી ક્યારેય મારે"

ગુજરાત છે કે જ્યાં,
"કવિઓની કવિતાઓ અને કથાકાર ની વાર્તા ના કદરદાનો ડગલે-પગલે જોવા મળે છે"

ગુજરાત છે કે જ્યાં,
"ટુ વિહલર પર જતી છોકરીઓ કોઈ પણ સિઝનમાં બુકાની બાંધીને નીકળે છે"

ગુજરાત છે કે જ્યાં,
"અંબાજી અને સોમનાથ માં કિલો કિલો સોનું ચઢે છે"

ગુજરાત છે કે જ્યાં,
"દેવું કરવા વાળો જલસાથી અને લેણદાર ટૅન્શન માં જીવતો હોય છે"

20 August 2016

દુનિયાદારી

મળ્યું માણવાની પણ મઝા છે,
ના મળ્યું _ચાહવાની પણ મઝા છે!
એકમાં એક ઉમેરો તો બે થાય
એવુ શિક્ષ શિખવાડી ગયા
પણ
બે માંથી એક બાદ કરો તો
એકલા થઇ જવાઈ'
એવુ જીંદગી શિખવાડી ગઈ!
કળિયુગની દુનિયાદારી છે,
રમત રમતાં માણસ ગમી જાય
ને ગમતાં માણસ જ રમત રમી જાય!

01 August 2015

સાલો શું જમાનો હતો બાળપણનો..

સાલો શું જમાનો હતો બાળપણનો

ગોઠણે પેન્ટમાં થીંગડું માર્યું હોય પણ તોય પટ્ટો પેરીન ઇન્શર્ટ કરતા.

આઠાના ની પેપ્સીને રૂપિયાનો ગોલો એમાંય ત્રણ ચાર વખત કલર નખાવતા.

ઘરે કોઈ મહેમાન આવે ત્યારે એક લાલસા રહેતી જાય ત્યારે રૂપિયા આપતા જાય.

માંગી સાઇકલ મળે ચલાવવા તોય બે વેત અધ્ધર ચાલતા ધૂમ સ્ટાઈલમાં.

બેટ-દડે,ગરીયા(ભમરડો)ને લખોટી એજ રમ્યા કરવાનું.

તડકામાં ઉઘાડા પગે રખડતાને વરસાદમાં ખાલી ચડ્ડીમાં ન્હાતા તોય બીમાર ના પડતા.

સાંજે મિત્રો જોડે બાધ્યા હોઈએ પણ સવારે સાથે સ્કુલ જતા.


"ચાર દીવાલોની વચ્ચે મોબાઈલને ટેબ્લેટમાં ઘૂસીને બાળપણવાળી મોજ ના મળે,

બાદશાહી માણવા તો શેરીઓમાં ને પોપડામાં રખડવું પડે યારો વગર ચંપલે."

08 March 2015

જીવનના સાત પગલા

() જન્મ
એક અણમોલ સોગાદ છે,
જે ભગવાનની ભેટ છે..

() બચપણ
મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,
જે ડુબી શક્યો તે તરી ગયો છે.

() તરુણાવસ્થા
કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે
મેળવવાની અનહદ આશા અને લુટવાની
તમન્ના છે.
તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ
અને અનેક નવી મૂંઝવણો.

() યુવાવસ્થા
બંધ આંખોનું  આંધળુ સાહસ છે
તેમા જોશ છે, ઝનુન છે,
ફના થવાની ઉમ્મીદો
અને કુરબાન થવાની આશા છે.

() પ્રૌઢાવસ્થા
ખુદને માટે કશુ  વિચારતા
બીજા માટે કરી છુટવાની ખુશી છે
કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.

() ઘડપણ
વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,
જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે.

) મરણ
જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે
પાપ-પૂણ્યનો મર્મ ખુલશે
ધર્મ-કર્મનો હિસાબ થશે
સ્વર્ગ-નરકનો માર્ગ થશે અને
સાત પગલા પુરા થશે માટે
સાત પગલાની પાણી પહેલા પાળ બાંધો.