12 April 2017

તરપડી અને મીઠુડી વાણી

અમે કાઠીયાવાડી.
અમે ફરવા નહીં રખડવા જાય
અમે જમીએ નહીં ખાઈએ
અમારે ત્યાં વાસણ નહીં ઠામ હોય
અમે કપડા નહીં લુગડા પેરીએ
અમે ચાલીએ નહીં હાલીએ
અને મગફળી ને માંડવી કહીએ
અમે બારણા ને કમાડ કહીએ
અમે વરસાદ ને મેહ કહીએ
અમે માટલું નહીં ગોરો રાખીએ
અમે મોટરસાયકલ નહિ ભટભટીયૂ રાખીએ
અમે ઝુલીએ નહિ હીચકીએ
અમારે ધરે ઝૂલો નહીં ખાટ હોય
અમારે કાર નહી ગાડી હોય
અમે યાત્રા એ નહીં જાત્રા એ જાયે
અમારે ત્યાં લગ્ન નહીં લગન હોય
અમે સ્કૂલ નહીં નીહારે' જાયે
અમે ખરીદવા નહીં હટાણુ' કરવા જાયે
અમે વસ્તુ રીપેર નહીં હમી' કરાવીએ
અમે બીમાર નહીં માંદા પડીએ
અમારે ત્યાં મેહમાન નહીં મેમાન' આવે
અમે સ્મશાન યાત્રામાં નહીં આભડવા જઈએ
અમે સ્નાન ન કરીએ નાહીએ
સ્કૂલ મા નહિ નિશાળ મા ભણીએ
અમે વસ્તુ ના કેટલા રૂપિયા નહીં કેટલા પૈસા થયા તેમ પુછીએ
અમને શિક્ષક નહીં માસ્તર ભણાવે
સવારે બ્રેકફાસ્ટ નહીં શીરામણ કરીએ
બપોરે લંચ નહીં બપોરો કરીએ
બપોર પછી હાઈ ટી નહીં રોંઢો કરીએ
સાંજે ડીનર નહીં  વાળુ કરીએ
અમે સુઈ જાય નહીં નઇ હુઈ જાય
અમે ગીત નહીં ગાણા' સાંભળીએ
અમે દુર જા આઘો જા કહીએ
નજીક નહીં ઑરો આવ કહીએ
આ તરપડી અને મીઠુડી વાણી અમારી આગવી ઓળખ છે.