16 September 2016

સચ્ચાઈ (ટૂકી વાર્તા)

એકવાર વેપારી પોતાના કામથી કોઈક ને મળવા જતો હતો ત્યારે એમને રસ્તામાં એક સ્ત્રી મળી તે વેપારી પાસે આવી અને રડવા લાગી અને કેહતી હતી કે મને રૂપિયા તો વેપારી પૂછ્યું શું કામ? તો સ્ત્રી કહયું કે મારો છોકરો બીમાર છે તેને દવાખાનામાં દાખલ કરિયો છે તો તેના માટે દવા લેવાના પૈસા નથી તો વેપારીએ વાત સાંભાળી અને પોતાના ખીચામાથી ૧૦૦૦ રૂપિયાની નોટ કાઢી પેલી ગરીબ સ્ત્રી ને આપી કીધું કે લે આમથી દવા, ૧૦૦ રૂપિયા નું દૂધ લેજે અને ડોક્ટરની ફીસ પણ આપી દેજે  ને બાકી ના પૈસા મને પરત કરજે તો થોડીકવાર પછી પેલી સ્ત્રી પાછી આવીને ૫૫૦ રૂપિયા વેપારીને પાછા આપ્યા જોઈ પેલો વેપારી ખુબજ ખુશ થયો અને વિચારવા લગિયો કે સચ્ચાઈ(નેકી) હજુ દુનિયામાથી બરબાદ નથી કેમ કે બાળકને દવા મળી ગઈ, ડોક્ટરને તેની ફીસ મળી અને મારી નકલી નોટ પણ ચાલી ગઈ