06 September 2016

ત્યારે પ્રોબ્લેમ થાય છે

  
પાણી વગર હોડી ના ચાલી શકે હકીકત છે પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

પૈસા વગર સારી રીતે ના જીવાય હકીકત છે, પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

કદરૂપતા માણસને નથી ગમતી હકીકત છે, પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

સંબંધ વિના માનવી અધુરો છે હકીકત છે, પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી હકીકત છે, પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી હકીકત છે, પણ કોઈ અધુરો બહુ છલકાઈ જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.