આપણે બધા જાણીએ છીએ કે વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે અને એ જરૂરી છે, જેમકે જો તમારે વજન ઘટાડવું હોય તો સવાર માં વહેલા ઉઠીને ચાલવા જાઓ ઘણો ફાયદો થશે, આજે અમે તમને જણાવીશું વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના બીજા ઘણા બધા જાણ્યા અજાણ્યા ફાયદા!
(૧) જરૂરિયાત મુજબનું પાણી પીવાથી શરીરનું લસિકાતંત્ર સંતુલિત કરે છે. આ એક સતત ગતિ તમારા હૃદય સુધી પહોંચવા માટે લસિકા મદદ કરે છે.આ લસિકા ગ્રંથીઓ શરીરને ચેપ સામે લડાઈ માં મદદ કરે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે.
(૨) વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાથી રક્તમાં રહેલા ઝેરી તત્વો નાશ પામે છે અને ત્વચા ને કુદરતી નિખાર આપે છે.
(૩) વહેલી સવારે પાણી પીવાથી ચયાપચયની ક્રિયામાં 25% સુધી વધારો થાય છે અને એના દ્વારા આપોઆપ વજન પણ ઘટે છે.
(૪) શરીરમાં પાણીની જરૂરિયાત ખુબજ હોય છે અગર જો શરીરમાં પાણી ઓછું હોય તો માથાનો દુઃખાવો શરીર ની બળતરા જેવા રોગ થાય છે જે આપણે વહેલી સવારે પાણી પીને આવા રોગ દુર કરી શકીએ છીએ
(૫) વહેલી સવારે પાણી પીવાથી શરીરની ક્રિયાચક્રને નિયમિત કરીને ખોરાક પાચનમાં મદદરૂપ થાય છે ને કબજિયાત થતા રોકે છે
(૬) આવશ્યક પ્રમાણમાં પાણી પીવાથી મગજ ને જરૂરી પ્રવાહી બનાવે છે અને મગજ ની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે.
(૭) શરીરની કાર્યશક્તિ માં વધારો કરે છે. જયારે તમે વહેલી સવારે પાણી પીવાની શરૂઆત કરશો તો અડધા ગ્લાસથી વધારે પાણી નહિ પી શકો પણ એના નિયમિત કાર્યક્રમથી 4 ગ્લાસ પાણી પીવા સુધીની ક્ષમતા ધીમે ધીમે તમારામાં આવી જશે અને જયારે આ ક્ષમતા આવશે ત્યારે તમે તમારી તે જ અનુભવ કરશો કે પહેલા કરતા તમારા શરીરની ઘણી બધી બીમારીઓ દુર થઈ ગઈ હશે અને શરીરની સ્ફૂર્તિમાં પણ વધારો થયો હશે.
આ વ્યસ્ત જિંદગીમાં આપણે નાની નાની કાર્ય ન કરવાથી ઘણું ગુમાવી દઈએ છીએ અને બીમારીઓને આમંત્રણ આપીએ છીએ !