30 July 2015

વિચારોની ઊચાઇ

એક છોકરો મોંઘેરી કાર ને ધ્યાન થી જોતો હોય છે ત્યાં તે કાર નો માલિક તે બાળકને જોય છે તો તેને દયા આવી ગઇને તે બાળક ને પોતાની કારમાં બેસાડે છે.

છોકરો પૂછે કે કાર ખુબજ મોંઘી હશે નઇ?

માલિક કહે હા મારે ભાઈએ મને ભેટ માં આપી છે

બાળક કહે તમારો ભાઈ ખુબજ સારો માણસ હશે

માલિક કહે મને ખબર છે તું પણ વિચારી રહીયો છે કે મારે પણ આવી મોંઘી કાર ભેટમાં જોઈએ?

તો છોકરો કહે ના પણ હું તો તમારા મોટા મોટા ભાઈ જેવો બનવા માંગુ છૂ જેથી હું પણ મારા નાના ભાઈ બહનો ને આવી મોંઘી ભેટ આપી શકું.

ઉપદેશ:- પોતાના વિચાર હમેશા ઊચા રાખો બીજા ની અપેશાથી ક્યાય ઊચા