મહાત્મા ગાંધીજી સીરિજ ની નોટો પર મહાત્મા ગાંધીનો વોટરમાર્ક એટલે કે નોટ ઉપરની સફેદ્દ જગા ને પ્રકાશની સામે રાખવાથી ગાંધીજીનો ફોટો એ સફેદ જગ્યામાં જોય શકાય છે, એ સાથે એમાં મલ્ટી ડાઇરેક્શન રેખા પણ હોય છે
અસલી કે નકલી નોટ પારખવા સિક્યોરિટી થ્રેડ ખુબજ વિસવાશ પાત્ર નિસાની છે, આ મહાત્મા ગાંધીજીના ફોટાની ડાબી બાજુ પર હોય છે એની ઉપર ભારત અને આરબીઆઇ લખેલું હોય છે ખાસ ધ્યાન રાખશો કે આ બંને શબ્દ ૧૦૦, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ પરજ હોય છે જયારે ૫ થી ૫૦ નોટ પર ખાલી ભારત જ લખેલું હોય છે
૨૦ રૂપિયા અને તેનાથી વધુ રૂપિયાની નોટો પર ફ્લોરલ પ્રિન્ટની બરોબર નીચે એક ખાસ પ્રકારનું ચિન્હ હોય છે જે દરેક નોટમાં તે અલગ અલગ હોય છે અને વોટરમાર્કની ડાબી બાજી હોય છે, ૨૦ રૂપિયાની નોટમાં વર્ટીકલ રેંટિગલ, ૫૦ રૂપિયાની નોટમાં ચોરસ, ૧૦૦ રૂપિયાની નોટમાં ટ્રાયએંગલે, ૫૦૦ રૂપિયાની નોટમાં ગોળ અને ૧૦૦૦ રૂપિયાની નોટમાં ડાઈમંડ આકાર હોય છે
મહાત્મા ગાંધીજીનો ફોટો, આરબીઆઇ નું સીલ, ગેરંટી અને પ્રોમિસ નોટ, આરબીઆઇ ગવેર્નરની સહી અને અશોકસ્તભ સહેજ ઊપસેલા અક્ષરમાં હોય છે જેથી તેને હાથની આંગળી ફેરવાથી અનુભવી શકાય છે
૫૦૦ અને ૧૦૦૦ ની નોટો પર એની કિમતના લખાણનો રંગ બદલાતા રંગની શાહીમાં હોય છે જેને ઓપ્ટિકલ વેરિબલ ઇન્ક કહે છે એટલે આપણે નોટને સીધી પકડીએ તયારે એક જુદો રંગ હોય છે અને ત્રાસી પકડીએ ત્યારે જુદી રંગ હોય છે.